યુક્રેન દ્વારા રશિયાના કઝાનમાં ડ્રોન દ્વારા 9/11 જેવો મોટો હુમલો

યુક્રેન દ્વારા રશિયાના કઝાનમાં ડ્રોન દ્વારા 9/11 જેવો મોટો હુમલો

યુક્રેન દ્વારા રશિયાના કઝાનમાં ડ્રોન દ્વારા 9/11 જેવો મોટો હુમલો

Blog Article

રશિયાના કઝાનમાં અમેરિકામાં થયેલા 9/11 જેવો એક મોટો હુમલો થયો છે. કઝાનની એક બિલ્ડિંગને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવી હતી અને આ ડ્રોન સીધું બિલ્ડિંગમાં ઘૂસી ગયું હતું અને પછી તેમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ હુમલાનો એક વીડિયો પણ જાહેર થયો છે. આ ઘટનાને પગલે કઝાનના એરપોર્ટને હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ મોસ્કોથી અંદાજે 800 કિલોમીટર દૂર કઝાનમાં આ ઘટના બની હતી. કહેવાય છે કે, આ હુમલો યુક્રેન દ્વારા જ કરવામાં આવ્યો હતો. હુમલામાં 3 જેટલી બિલ્ડિંગને નિશાન બનાવવામાં આવી હતી. કઝાન રશિયાનું 8મું સૌથી વધુ વસતી ધરાવતું શહેર છે. 8 જેટલા ડ્રોન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા પછી રશિયા યુક્રેન સામે આક્રમક કાર્યવાહી કરી શકે છે. બીજી તરફ યુક્રેન વિરુદ્ધની લડાઈ માટે રશિયા મોકલવામાં આવેલા નોર્થ કોરિયાના સૈનિકોએ યુક્રેનના ડ્રોને પકડવા માટે સતર્કતા દાખવી રહ્યા છે. યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે નોર્થ કોરિયાની સેનાને અમારી સામેના યુદ્ધથી મોટું નુકસાન થયું છે.

Report this page